અમદાવાદ ખાતે “નરેન્દ્ર મોદી સે ખાસ રિસ્તા’’ નાં શિર્ષક હેઠળ શીખ સમાજનું સ્નેહમિલન યોજાયું.

 

જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે સિખ ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ પરમજીત કૌર છાબડા દ્વારા “નરેન્દ્ર મોદી સે ખાસ રિસ્તા’’ નાં શિર્ષક હેઠળ વિશાળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અમદાવાદ અને ગાંધીનગરનાં તમામ શીખ સંગતનાં ભાઇઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને મોદીજીએ શીખ સમાજ માટે કરેલ કાર્યોને બિરદાવ્યા અને તેમને સમર્થન આપ્યું. આ આયોજનમાં માન. શ્રી મનજીંદરસિંઘ સિરસાજી (માજી અધ્યક્ષ , દિલ્હી સિખ ગુરૂદ્વારા કમીટી), માન. શ્રી શંકર લાલવાનીજી (ધારાસભ્યશ્રી મ.પ્ર.), જસપ્રિતસિંઘજી (ચેરમેનશ્રી ધર્મ પ્રચાર કમીટી), રાજકુમાર વેરકાજી (માજી કેબીનેટ મંત્રીશ્રી પંજાબ) બબેકસિંઘ માતા જી (કોર્ડીનેટરશ્રી દિલ્હી ગુરૂદ્વારા કમિટી) તેમજ ગુરબિદરસિંઘજી (અધ્યક્ષશ્રી પંજાબી એકેડમી ઉ.પ્ર.)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ સમસ્ત આયોજનની સફળતા અને સમસ્ત સિખ સંગત એકજુટ થઇ એક મત થાય એ વિચારઘારાને તમામ

ભાઇઓ અને બહેનોએ સ્વીકારી, બિરદાવી અને અપનાવી જે બદલ તેમનો અને આ આયોજનને સફળ બનાવવમાં યોગદાન આપનાર તમામ અતિથિ વિશેષ, કાર્યકરો, આગેવાનોનો “સિખ ફાઉન્ડેશન – ગુજરાત’’ નાં અધ્યક્ષા દ્વારા સૌનો અંતઃહૃદય આભાર માનતા સમસ્ત શીખ સંગતમાં આવીજ એકતા જળવાઇ રહે અને તે સમસ્ત વિશ્વ માટે એક પ્રેરણારૂપ બની રહે તેવી અભિલાષા રાખવામાં આવી હતી.