અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ

અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ

અમદાવાદ: શનિવારની મોડી સાંજે અમદાવાદના જુહાપુરા લાલ પ્લાઝા પાસે AIMIM પાર્ટીના મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન પ્રદેશ પ્રમુખ સાબિર કાબલી વાળા ના હસ્તે કરવામાં આવ્યો હતો. હૈદરાબાદથી ખાસ અમદાવાદ પધારેલા AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ ની પણ જાહેર સભામાં હાજરી જોવા મળી હતી. એટલું જ નહિ ગુજરાત પ્રદેશ ના પ્રવકતા શમશાદ પઠાણ અને મકતમપુરા વોર્ડના ઉમેદવાર જુબેર પઠાણ, સદામ શેખ, જનબ શેખ અને સુહાના મન્સૂરી સહિતની પણ ખાસ હાજરી જોવા મળી હતી. જાહેર સભાને સાભળવા માટે લોકોની મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી.

જાહેરસભામાં રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કોંગ્રેસ અને ભાજપની ઉપર જોરદાર કટાક્ષ મારી હતી. એટલું જ નહિ તેમની પાર્ટી હૈદરાબાદ માં જેમ તમામ ધર્મોના લોકોની માટે કામ કરી રહી છે. તેવી જ રીતે તેમની પાર્ટી જો જીતીને આવશે તો અમદાવાદમાં પણ તેમની પાર્ટી ચોક્કસ પણે સારામાં સારું કામ કરશે તેવી બાહેંધરી વારિસ પઠાણે આપી હતી.

પ્રદેશ પ્રમુખ સાબિર ભાઈ કાબલી વાળાએ સભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જે આરોપ AIMIM ઉપર લગાવ્યો છે કે અમદાવાદ માં AIMIM ને એક પણ સીટ નહિ મળે , તેની સામે કરારો જવાબ આપતા સાબિર ભાઈએ જણાવ્યું હતું કે , એક નહિ સંપૂર્ણ 21 સીટ ઉપર AIMIM ની જીત થશે. અને કોંગ્રેસની ખુબજ ખરાબ રીતે હાર થશે.

ગુજરાત પ્રદેશ ના પ્રવક્તા શમશાદ પઠાણે જણાવ્યું હતું કે લઘુમતી ના પ્રશ્નો ને ગુજરાતમાં સામભાળવામાં આવતું નથી, જો તેમની પાર્ટીના કેન્ડી ડેટ જીતીને આવશે તો લઘુમતી સમાજના માટે વિકાસના કાર્યો ચોક્કસ પણે થશે.