*2018નો પરિપત્ર જાહેર કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ*

પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.