*મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય*

ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો માટેની માંગ વધી ગઈ છે. ટાટા પાવરનો ઉદ્દેશ 2021ની સાલ સુધીમાં મુંબઈમાં 200 જેટલાં EV ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનો છે. સાધારણતમ 30 થી 40 કિલોવૉટ ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું અમારું લક્ષ્ય છે એવું ટાટા પાવરે સ્પષ્ટ કર્યું છે.