ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ

ગરૂડેશ્વર તાલુકાના
બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ

રાજપીપલા, તા 13

ગરૂડેશ્વર તાલુકાના
બીલથાણા ગામેથી સગીર કન્યાનુંલગ્નની લાલચે અપહરણ કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ થઈ છે.

જેમાં ફરીયાદીએઆરોપી અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે બીલથાણા તા.ગરૂડેશ્વરજી.નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી
અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે,બીલથાણાતા.ગરૂડેશ્વરજી.નર્મદા)એ તા.૦૭/૦૬/૨૦૨૧ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા