*અહેમદ પટેલની 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ*

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.