રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આરોગ્ય સેતુ એપ એક પરિષ્કૃત નજર રાખનારી પ્રણાલી છે, જે એક પ્રાઇવેટ ઓપરેટર દ્વારા આઉટસોર્સ છે. જેમાં કોઈ સંસ્થાગત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. આ એપ પ્રત્યે ગંભીર ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધી ચિંતાઓ છે. ટેકનિક આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે પણ એક યૂઝરની સહમતિ વગર નાગરિકોને ટ્રેક કરવા જોઈએ નહીં. ભયના નામે લાભ ઉઠાવવો ખોટું છે.