સિનિયર સિટીઝન માટે પોલીસ કર્મીઓ ની પ્રશંશનીય કામગીરી.

ગુજરાત પોલીસ ને બિરદાવવા માટે ના અનેક કારણો છે. હાલ કોરોનાગ્રસ્ત ગુજરાત ના પ્રજાજનો ને આ આફત માં થી બહાર લાવવા સમગ્ર પોલીસ ફોર્સ દિન રાત એક કરે છે. ચોક્કસ જગ્યાએ ભમરો ફીટ કરાવેલ ગુજરાતીઓ ઘરમાં નથી રહી શકતા અને કારણ વગર બહાર નીકળે છે, ત્યારે પોલીસ કર્મીઓ એ ભમરા વાળી જગ્યાએ બે ચાર દંડા મારી ભમરાને શાંત કરવા પ્રયત્ન કરતા રહે છે. પોલીસકર્મી ઓની આ બધી કામગીરીઓ ની વચ્ચે નાની નાની પ્રશંશનીય કામગીરીની પણ નોંધ લેવી ઘટે.
છેલ્લા થોડા વર્ષો થી પોલીસ વિભાગ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ હેલ્પ લાઈન શરૂ કરાઇ છે અને એના માટે ખાસ અલગ સ્ટાફ ની ફાળવણી કરાઈ છે. આ વિભાગ નિયમિત રીતે પોતાના વિસ્તારના સિનિયર સિટીઝન ના ફોન તથા રૂબરૂ હાલ ચાલ પૂછતા હોય છે અને જરૂર પડે એટલી મદદ કરતા હોય છે. કોઈ સિનિયર સીટીઝન ને ઘરમાં દીકરો કે વહુ તરફ થી તકલીફ હોય તો તેમાં પણ મધ્યસ્થી થઈ મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. અને આ તમામ સંવાદ તથા ખરાઈ પોલીસકર્મી ઓ તેમના પરિવાર ની ગેરહાજરી માં પણ કરે છે.
મુખ્ય અગત્ય ની વાત એ છે કે, હાલ કોરોના ના કારણે કોઈ સિનિયર સીટીઝન ને કોઈ તકલીફ હોય તો મદદરૂપ થવા પણ આ વિભાગ સતત કાર્યરત છે. કોઈ સિનિયર સીટીઝન ને દવા અથવા સારવાર ની જરૂર હોય કે ખાવા માટે અનાજ કે અન્ય ચીજ વસ્તુ ના હોય તો એના માટે કીટ પૂરી પાડવા જહેમત ઉઠાવે છે. આ ઉપરાંત સાથે મેડિકલ ચેકઅપ પણ કરવાં મા આવે છે.
અમારા પપ્પા પણ સિનિયર સિટીઝન હોવાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન થી ફોન તથા રૂબરૂ નિયમિત ખબર અંતર પૂછવામાં આવે છે. હાલ જમવા માટે કીટ તથા દવા નું કોઈ જરૂરિયાત હોય તો તેની પૂછપરછ પણ કરવામાં આવી. આ ઉપરાંત ઉપરાંત SOS નામની એપ્લિકેશન પણ મોબાઈલ મા ડાઉનલોડ કરાવી આપે છે જેનાથી સિનિયર સિટીઝન ઇમરજન્સી મા મદદ માટે સીધું બટન દબાવી શકે છે.
આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન થી પી.આઇ. શ્રી એચ.એમ.વ્યાસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ
પી. એસ.આઇ. શ્રી આર.પી. ચૌધરી સાહેબ, શ્રી કિરણ દેસાઇ તથા તેમના સહયોગી પોલિસ મિત્રો શ્રી રાજુભાઇ ભાલીયા, શ્રી કિરણબેન ઝાલા, શ્રી કૃપા બેન, શ્રી ક્રિષ્ના બેન, શ્રી નીતાબેન રૂબરૂ આવેલ અને પપ્પાના ખબર અંતર પૂછેલ.
આવી કપરી પરિસ્થિતિ મા પણ સિનિયર સીટીઝનો માટે ફૂડ પેકેટ, મેડિકલ ચેકઅપ તથા પર્સનલ કેર લેવાની કાળજી લેનાર સતર્ક અને સજાગ પોલીસ ડીપાર્ટમેન્ટ ને સલામ અને વંદન.
આપ પણ આપને ત્યાંની કામગીરી આ રીતે પોસ્ટ મૂકી ને કે આ પોસ્ટ ને ફોરવર્ડ કરીને આ કામગીરીને બિરદાવી શકો છો.
આપનો આભારી..
પ્રજા ( પ્રકાશ જાડાવાલા)
૫/બી, નેશનલ પાર્ક સોસાયટી, ગુલબાઈ ટેકરા, પોલીટેકનિક પાછળ, અમદાવાદ – ૩૮૦૦૧૫
Mob: 9426084014
🌹🌹🙏🏻🌹🌹