*જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું*

 

*જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું*

અમદાવાદ, સંજીવ રાજપૂત: જૂનાગઢની પાવન ધરતી પરથી અંગદાનનું સત્કાર્ય થયું છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે , ૫૭ વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્રેઇન ડેથ ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી.

સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી. સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું તથા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ હતું.

અંગદાનમાં મળેલા અંગોમાથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ હતા. તથા બંને કોર્નિયા મજૂરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોઓર્ડીનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતો.

આ કામગીરીમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્મેન્ટ ડૉ. સિકોત્રા એને સ્પેશિયા વિભાગના ડૉ.હેતલ કાનાબાર ડૉ.ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડૉ. કુલદીપ વાણવી એ જહમત ઉઠાવેલ હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી.
[05/05, 08:17] +91 99241 16808: *અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો*

અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર અમદાવાદ શહેર અને જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કેના હસ્તે ‘રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે સંયુક્ત સીઈઓ પી.ડી. પલસાણા અને એ.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈ, આરએમસી રવીન્દ્ર ખટાલે, ડે. મ્યુનિ. કમિશનર આઈ.કે. પટેલ તથા શ્રી રમેશ મેરજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી.

રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘રન ફોર વોટ’માં અંદાજિત ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. સાબરમતી ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલબ્રિજ પરત ફરી હતી.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ ‘રન ફોર વોટ’ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારી-કર્મચારીશ્રીઓએ પણ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત આગામી તા. ૭મી મેએ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર સી.એમ.ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબહેન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક મેઘા તેવાર, જિલ્લા અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *