આઝાદી ના 74વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામર નો નવો રસ્તો બનતા ગ્રામજનો મા આનંદની લાગણી
કુંવરપુરા ગ્રામ પંચાયતને 60 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે.- સરપંચ નિરંજન વસાવા
રાજપીપલા, તા 10
આઝાદી ના 74વર્ષ પછી નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી પ્રસરી છે. ગામના સરપંચ અને સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 60 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે.એપહેલા આ ગામમા સારા રસ્તા નહોતા ગામનો વિકાસ થયો નહોતો.ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ જવાથી ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108ગામમા આવી શક્તિ નહોતી. હવે નવો રસ્તો બનતા કોરોનામા આરોગ્યની સુવિધા મળતી થઈ જશે.
તેમણે વધુ મા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારી ગ્રામ પંચાયત દિવસેને દિવસે સરકારની વિવિધ યોજનાઓ નો લાભમેળવી રહી છે.રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના ની દરેક યોજનાઓનો લાભ લઇ રહી છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 60 વર્ષ દરમિયાન જે વિકાસ ના કામો થયા નથી એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા સંગઠન ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ના સહયોગથી આજે અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ જેવા વિવિધ પ્રકારના વિકાસ ના કામો થઈ રહ્યા છે તે બદલ સરકારનો તમામ ગ્રામજનોએ આભાર વ્યક્તકર્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા