*સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત માત્ર કાગળ પર*

રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કેમકે જાહેરાતના દોઢ વર્ષ બાદ પણ પ્લાસ્ટિક ઉદ્યોગ માટે હજુ સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે શાસક અને વિપક્ષ આ મુદ્દે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે