*કોર્ટમાં પહોંચેલા પતિ-પત્નીના ઝઘડામાં હંમેશા સંતાનો જ પિલાઈ છે: સુપ્રીમ કોર્ટ*

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો સંતાનો પીડિત હોય છે, કોઈ વાંક ન હોવા છતાં પણ. કોર્ટની આ બેંચે કહ્યું હતું કે, કોર્ટે કસ્ટડીના કેસમાં હંમેશા બાળકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લેવાથી મા બાપની તેમના પ્રત્યેની જવાબદારી પુરી થઈ જતી નથી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે, સંરક્ષણના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે બાળકોના હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કોર્ટે ભાર આપીને જણાવ્યું હતું કે, જો મધ્યસ્થતાની પ્રક્રિયાથી આ મામલામાં સમાધાન થતુ હોય ઠીક છે, નહીંતર આવા કેસમાં ઝડપથી નિપટારો લાવવો જોઈએ. કેમ કે, આવા કેસમાં જ્યારે મોડુ થતું હોય છે, તેના કારણે સંતાનોને તેની મોટી કિંમત ચુકવવી પડે છે.