*નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ*

ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.