ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ
ધોરાજીમાં ખનીજચોરી પકડી પાડી મામલતદાર જોલાપરાએ સપાટો બોલાવી દીધો છે. શહેરના ઉપલેટા રોડ પરની ભાદર-૨ નદીના તટ પર પાડવામા આવેલા આ દરોડામાં ૧ જેસીબી, ૧ રોડર અને ૨ ટ્રેકટર મળી ૩૬ લાખના વાહનો સીઝ કરવામાં આવ્યા છે. મામલતદારના આ દરોડાથી ખનીજ વિભાગ નિંદ્રાધીન હોય તેવું સાબીત થયું છે. આ કાર્યવાહીથી ખનીજચોરીમાં ફફડાટ ફેલાઈ ગયો છે.