*કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ*

કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમણે આ માટે આગળની રણનીતિને લઈ એક મીટિંગ પણ બોલાવી હતી. આ મીટિંગ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના ઘરે થઈ હતી