*કોર્પોરેશની બેઠકમાં હોબાળો ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન મેયર*

અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની નીતિ અપનાવાવમાં આવી અને કોંગ્રેસના સભ્યોને બોલવા માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો નહીં. જનરલ બજેટ અંગેની ચર્ચા દરમિયાન ભાજપના કાર્પોરેટર બિપિન સિક્કા પોતાના સંબોધનમાં બજેટ બહારની ચર્ચા કરતા વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યોને માત્ર બજેટ ઉપર જ બોલવાનું સૂચન કરવામાં આવે છે. તેમજ તેમને બોલવા માટે ઓછો સમય ફાળવવામાં આવે છે