શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ અચાનક રેઈડ પાડી ચેકિંગ હાથ ધર્યું હતુ. અલગ અલગ નવ સ્થળોેએ પડેલી રેઈડ દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધર્યું છે.
વડોદરા શહેરમાં ચાલતા મસાજ પાર્લર અને સ્પા સેન્ટરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે કે કેમ? તો અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે સ્પેશ્યલ ડ્રાઈવ રાખી હતી. સીઆઈડીની અલગ અલગ ૧૦ ટીમો દ્વારા શહેરના નવ સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર તપાસ હાથ ધરવામાં આવી હતી. વાસણા ભાયલી રોડ પરના કેમ્બ્રિજ ૨. જૂના પાદરા રોડ અક્ષરચોક પાસે પર્પલ ૩. ગોત્રીમાં ડોલ્ફીન તાંદલજામાં કોશિયા (૫) અકોટામાં શોપ્સ ૬. અલકાપુરીના લોટસ ૭. સારાભાઈ રોડ પરના અવીન ૮. મનિષા ચોકડી પાસેના ઓટેસીયા અને ૯. સારાભાઈ રોડ પરના રોયલ લેન્લેન્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના એડિશનલ ડીજી અનિલ પ્રથમે જણાવ્યું હતું કે, સ્પા સેન્ટરમાં દેહવિક્રયનો ધંધો ચાલે છે કે કેમ? નાના બાળકો સાથે અત્યાચાર થાય છે કે કેમ? વિદેશથી આવેલી યુવતીઓ પાસે વર્ક પરમિટ છે કે કેમ ? તેમજ તેમના પાસપોર્ટના વેરિફિકેશનની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.