*ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ભારે રોષ*

ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.