ગેરકાયદેસર પીસ્ટલ બે મેગ્ઝીન તથા ૪ જીવતા કારતૂસ સાથે એક ઈસમને ઝડપી પાડતી દરીયાપુર પોલીસ

*ગેરકાયદેસર પીસ્ટલ બે મેગ્ઝીન તથા ૪ જીવતા કારતૂસ સાથે એક ઈસમને ઝડપી પાડતી દરીયાપુર પોલીસ*

જીએનએ અમદાવાદ: પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરના હુકમથી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ ગૌતમ પરમાર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન–૪ તથા મદદનીશ પોલીસ કમિશનર “એફ” ડીવીઝન દ્વારા આપવામાં આવેલ મૌખિક સુચના આધારે તેમજ માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સપેકટર આર.આઈ. જાડેજા તેમજ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમી હકીકત આધારે સુભાનઅલી મોહેબઅલી રાજર ઉ.વ-૨૩ રહે- ગામ- દેરાસર તા-રામસર જી-બાડમેર રાજસ્થાન મોનં- ૮૨૯૦૯૦૧૮૯૨ ને 10.30 કલાકે દરીયાપુર ફ્રુટ માર્કેટ રોડ પર જાહેરજગ્યા ઉપર ગેરકાયદેસર હથિયાર પીસ્ટલ બે મેગઝીન સહીતની કિ.રૂ.૨૦૦૦૦/- તથા જીવતા કારતૂસ નંગ- ૪ ની કિમત રૂ.૪૦૦/-ગણી કુલ કિ.રૂ.૨૦૪૦૦/- તથા રોકડ રૂ.૨૧૯૦/- મોબાઈલ ફોન કિં. રૂ.૧૦,૦૦૦/- કુલ્લે કિં. રૂ. ૩૨,૫૯૦/- ના સાથે કોઈ ગુનાહીત ઈરાદે વગર પાસ પરમીટે રાખી લઇ આવી મળી આવેલ ઝડપી પાડી દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.ન-૧૧૧૯૧૦૦૯૨૧-૦૦૬૮ ધી આર્મસ એકટ કલમ ૨૫(૧)બી,એ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરેલ છે. રેડ કરનાર અધિકારી/કર્મચારીઓ:- (૧) પોલીસ ઈન્સપેકટર આર.આઈ. જાડેજા (૨) પો.સબ.ઈન્સ કે.સી. પટેલ (૨) મસઈ અકબરખાન શેરખાન (૩) અ. હેડ. કોન્સ જીતેન્દ્રભાઈ સુરજીભાઈ (૪) હે.કો. પુનમભાઈ વિઠ્ઠલભાઈ (૫) હે.કો. કનુભાઈ વશરામભાઈ (૬) હે.કો. ચન્દ્રસીહ અજુભાઈ (૭) પો.કો. ભરતભાઈ ગાડુંભાઈ (૮) લોકરક્ષક વસીમમીયાં ઉસ્માનમીયાં (૯) લોકરક્ષક રાહુલકુમાર અમરતભાઈ (૧૦)લોકરક્ષક મેરામણભાઈ કિસાભાઈ (૧૧) લોકરક્ષક સંજયસીંગ માનસીંગ (૧૨) લોકરક્ષક ધનરાજસીહ દીપસીહ ની ટિમ દ્વારા સરાહનીય કાર્યવાહી કરવામાં આવી હતી..