નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો મા ઘટાડો. આજે માત્ર
કુલ-૦૬ પોઝિટિવ કેસ નોંધાયા
સાજા થયેલા 25 દરદીઓને આજે રજા અપાઇ
બેડ થયા ખાલી
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૦૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૦૨, હોમ આઇસોલેશનમા ૩૧ દરદીઓ, CHC ખાતે ૦૧ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૫ દરદીઓ સહિત કુલ-૪૪ દરદીઓ સારવાર હેઠળ
રાજપીપલા,તા 4
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૨ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૨૫ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૩૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૦૨, CHC ખાતે ૦૧ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૫ દરદીઓ સહિત કુલ-૪૪ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૬૬૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૬૬ સહિત કુલ-૧૨૨૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૧ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૪ થી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૫,૧૨૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૨૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૧૦૯૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૫૭૨૩ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ