કુવરપરા ગામ પાસે આવેલ સરકારી પડતર જમીનમાં 11000 /- વૃક્ષોનું વૃક્ષારોપણ કરતા કુંવરપુરા ના ગ્રામજનો.

ગયા વર્ષે પણ કુંવરપુરા.ગામે ગ્રામ પંચાયત દ્વારા 11000 /- વૃક્ષોનું વાવેતર કરાયું હતું.
રાજપીપળા, તા. 9
ગયા વર્ષે કુવરપુરા ગામે કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા 11000/- વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન ગ્રામજનોએ કહ્યું હતું. એ ઉપરાંત જે રેલ્વેની જમીનમાં ગયા વર્ષે વન વિભાગના સહયોગથી 3500 વૃક્ષો આવ્યા હતા, હવે આ વર્ષે ચોમાસુ શરૂ થતા ગામે કુવરપરા ગ્રામ પંચાયત દ્વારા વધુ એક વાર કુંવરપુરા પાસે આવેલ સરકારી પડતર જમીનમાં 11000 વૃક્ષોનું વાવેતર કર્યું છે.
કુવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાએ ગ્રામજનો અને વનવિભાગના સહયોગથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી બચવા વૃક્ષારોપણ શરૂ કર્યું છે.તેમના જણાવ્યા અનુસાર આવનારી પેઢી પર્યાવરણનું જતન કરતા શીખે અને પર્યાવરણને બચાવી શકાય નર્મદામાં સારો વરસાદ લાવી શકાય તે હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આજે સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં આખું કુંવરપુરા ગામ ઉમટ્યું હતું અને ખાડા ખોદી જાતે શ્રમસેવા કરી વિવિધ પ્રકારના રોપાઓ રોપી વૃક્ષારોપણ કર્યું હતું.
અને ગ્રામજનોએ નર્મદાની જનતાને ચોમાસામાં પોતાના ઘરોમાં વૃક્ષોવાવી અને પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા