નર્મદા જિલ્લામાં
કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા, એક નું મોત

નર્મદા જિલ્લામાં
કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા, એક નું મોત

સરકારી ચોપડે કૂલ 18 ના મોત

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 33 દરદીઓને રજા અપાઇ

રાજપીપલા, તા29
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ સહિત કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેમાં એક નું મોત થયું છે.
અત્યાર સુધીમાં સરકારી ચોપડે કૂલ 18 ના મોત નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨, CHC ખાતે ૦૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૨ દરદીઓ સહિત કુલ-૧૮૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૭૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૬૨ સહિત કુલ-૧૪૩૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૨૯ મી મે, ૨૦૨૧ ના રોજ
કન્ફર્મ કોવિડ ડેથ-૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૮૯, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૯ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૯,૭૯૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૬૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૯૮૪૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૪૪૯૧ લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા