મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો

મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો :

ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે સિવિલ સર્જન દ્વારા કરાશે ફાળવણી

રાજપીપલા કોવિડ હોસ્પિટલને વિદેશી સહાય અન્વયે GMSCL તરફથી ૧૦ બાયપેપ વેન્ટીલેટરની પણ ફાળવણી

રાજપીપલા,તા 29

મ્યુકરમાયકોસીસ
રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા અેમ્ફોટેરીસીન (Amphotericin)-૫૦ mg. ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો સરકાર તરફથી રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ફાળવવામાં આવ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે રાજપીપલાના સિવિલ સર્જનશ્રી મારફતઆ ઇન્જેક્શન ફાળવી અપાશે. તદઉપરાંત વિદેશી સહાય અન્વયે ડોનેશનના રૂપમાં આરોગ્યલક્ષી સેવાઓ માટેના ઉપકરણો અંતર્ગત GMSCL, ગાંધીનગર તરફથી રાજપીપલાની કોવિડ હોસ્પિટલને ૧૦ બાયપેપ વેન્ટીલેટર પણ ફાળવવામાં આવ્યા હોવાનું CDMO, સિવિલ સર્જન અને નોડલ અધિકારી ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યુ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ