તૌકતે વાવાઝોડા ની ભયાનક રાત

Special story

*તૌકતે વાવાઝોડા ની ભયાનક રાત*

( ભરત લાખણોતરા દ્વારા)

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા નું મારૂ ગામ સમઢિયાળા-2 વાવાઝોડું આવ્યું હતું એનો આજે અગિયાર મો દીવસ એ પણ વાવાઝોડા ની એ ભયાનક રાત આજે પણ ભુલાતી નથી કેવી હતી એ રાત અને એના પછી ના દીવસો માં માણસો એ પોતાનું જીવન કેવી રીતે શરૂ કર્યું એના વિશે થોડુ હું લોકાદેશ દૈનિક ન્યુઝ ના વાચકો ને કહેવા માગું છું તારીખ 17 ના બપોર પછી ના પાંચ વાગ્યા નો સમય છે સવાર નો એકધારો ભયાનક પવન ફુંકાય રહ્યો હતો મારા ફોન માં કલેકટર નો મેસેજ પડ્યો છેકે આજે બાર વાગ્યા પછી બધા નાગરીકો સુરક્ષિત જગ્યા એ ચાલ્યા જાય કાચા કે નળિયા વાળા રૂમ માં રહે નહીં તે તકેદારી ના ભાગરૂપે મારું મકાન નળીયા વાળું હોવાથી મારા કાકા ના સ્વેપ વાળા મકાન માં જવાનું નક્કી કર્યું છ વાગ્યે ઝડપ થી રસોઈ બનાવી જમીને અમે મારા કાકા ને ઘરે ચાલ્યા ગયા મોબાઇલ નું નેટવર્ક ઠપ થઇ ગયું હવે જેમ જેમ રાત થવા લાગી તેમ તેમ વાવાઝોડું વધતું જાય છે અમારા પરીવાર ના પાંચ છ મકાન માં એક મારા કાકા નું મકાન જ સ્લેપવાળુ છે પરીવાર ના બીજા લોકો પણ ક્રમશઃ આ સુરક્ષિત જગ્યા એ એકઠા થઇ ગયા પણ મારા એક બીજા કાકા અને તેનો છોકરો નળીયાવાળા મકાન માં ફસાઈ ગયા છે હવે રાત ના બાર વાગ્યા છે ને વાવાઝોડા એ રોદ્રરૂપ ધારણ કર્યું છે જેમ તેમ કરીને તે લોકો આ ઘરે આવી ગયા એક રૂમ માં પરીવાર ના બધા પુરૂષ સભ્યો અને બીજા ઘર માં મહીલા સભ્યો પુરાય ગયા હવે પવન ની ઝડપ એટલી છે કે બંધ કરેલું બારણું પણ ખોલી નાખે હવે રાત એટલી લાંબી હોય તે આજે અમને ખબર પડી વાવાઝોડા સાથે ભુકંપ ના આંચકા પણ આવવા લાગ્યા એમ હતું કે હમણાં સ્લેપ પણ નીચે આવશે પતરા ના ફરજા માં ભેંસુ ને બાધંયુ હત્યુ તેના પતરા પણ હવે ઉડવા લાગ્યા બે ત્રણ પતરા ને બેલા ભેંસો માથે પડ્યા ભેંસો માથે થી પતરા લેવા જાવા પણ પવન ની ગતિ એટલી છેકે જો બીજા પતરા આપણ ને વાગે તો ઇજા પહોંચે

(ક્રમશઃ)