તિલકવાડા તાલુકાના
અગર ગામ પાસેથી મોટર સાયકલ ઉપર વિદેશી
દારૂની હેરાફેરીઝડપાઈ
મીણીયા થેલામાથી વિદેશી દારૂના હોલ નંગ-૬૦કિ.રૂ.૩૦,૦૦૦/-નો મુદ્દમાલ કબજે લેતી પોલીસ.
૫૦,૦૦૦/-ની
પલ્સર મોટર સાઇકલ અને મુદ્દામાલ
મળી કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપાયો.
એક આરોપી ઝડપાયો, બે ફરાર
રાજપીપલા તા.27
તિલકવાડા તાલુકાના
અગર ગામ પાસેથી મોટર સાયકલ ઉપર વિદેશી
દારૂની બોટલ હેરાફેરી કરતા આરોપી પાસેથી કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ એલ.સી.બી. નર્મદાપોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં
મીણીયા થેલામાથી વિદેશી દારૂના હોલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/-તથા
૫૦,૦૦૦/-ની
પલ્સર મોટર સાઇકલ
મળી કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપાયો છે.આ ગુનામા એક આરોપી ઝડપાયો છે જયારે બે ફરારથઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
બનાવની વિગત અનુસાર એ.એમ.પટેલ,
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાના
સુપરવિઝન હેઠળ પોલીસને બાતમી મળેલ કે એક પલ્સર
મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં. જી.જે.૩૪-કે-૧૫૯૨
ઉપર વિદેશી દારૂના થેલા ભરીને ઉતાવળી ચોકડી
તરફ પસાર થવાનીછે.જે બાતમીને આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો અગર ગામ
પાસે નાકાબંધી કરી વોચમાં હતા. તે દરમ્યાન પલ્સર મોટર સાયકલને રોકવાનો પ્રયત્ન કરતા રોકાયેલ નહી. જેથી તેનો પીછો કરી મોટર સાયકલને રોકતા મોટર સાયકલ ચાલક
ભાગી ગયો હતો.તથા પાછલ બેસેલ ઇસમ ભાવેશભાઇ બચુભાઇ ડુંગરાભીલ( રહે. તણખલા તા.નસવાડી
જી.છોટાઉદેપુર મુળ રહે. બીલદા તા.કવાંટ જી.છોટાઉદેપુરના)ને ઝડપી તેની પાસેના મીણીયા થેલામાં તપાસ
કરતા વિદેશી દારૂના હોલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દમાલ મળી આવેલ.પલ્સર મોટર સાયકલ-૧ કિ.રૂ.
૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને અટક કરી મુદ્દામાલ બાબતે
પુછપરછ ગુનાના કામે સહ આરોપી દિનેશભાઇ ઉર્ફે રાજુ ઉર્ફે પટેલ દિત્યાભાઇ ડુંગરાભીલ (રહે. તણખલા
તા.નસવાડી જી.છોટાઉદેપુર) દિનેશભાઇ સુંગાભાઇ ડુંગરાભીલ (રહે. કુકરદા તા.નસવાડે
જી.છોટાઉદેપુર)ને વોન્ટેડ જાહેર કરી તિલકવાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવીછે
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા