જામનગર શહેરના ડેપ્યુટી મેયરે પરિવારજનોને અપાવી કોરોનાની રસી. લોકોને રસી મુકાવવા કરી અપીલ.

જામનગર ડેપ્યુટી મેયર દારા પરિવારના તમામ સભ્યોને કોરોનાની રસી આપવી લોકોને રસીકરણ અભિયાનમાં જોડાઈ તમામ લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર ના યુવા ડેપ્યુટી મેયર તપન જશરાજ પરમાર દ્વારા પોતાના ઘરના તમામ સભ્યોને રસી મુકાવી હતી. આ ઉપરાંત તમામ યુવા વર્ગને પણ પોતાના ઘરના તમામ લોકો રસીકરણ અભિયાનનો લાભ લે અને તમામ લોકો રસી મુકાવે અને જામનગર કોરોનામુક્ત બને તેવી અપીલ કરી હતી. હાલ કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે લોકોને સજાગ રહેવું જરૂરી બન્યું છે લોકો માસ્ક પહેરે અને રસી મુકાવે અને સ્વસ્થય બન્યા રહે તે જરૂરી બન્યું છે.