ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે

મુંબઈ ઈરફાન ખાન અને કરીના કપૂર-ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ અંગ્રેજી મિડિયમ’ આવતી 13 માર્ચે રિલીઝ કરવામાં આવશે. પહેલાં આ ફિલ્મને 20 માર્ચે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હીત, પરંતુ હવે એની રિલીઝને એક અઠવાડિયું વહેલી કરવામાં આવી છે.ફિલ્મના ટ્રેલરને ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. દર્શકો અને ઈરફાનનાં પ્રશંસકો એને રૂપેરી પડદા પર ફરી જોવા માટે આતુર બન્યા છે.