રાયોટિંગ કેસમાં નાસતા ફરતા હાર્દિક પટેલના હાઈકોર્ટે આગોતરા ફગાવ્યા

મદાવાદ: વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં નાસતા ફરતા આરોપી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તેણે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી હાર્દિક પટેલના કોઈ સગડ નથી તેની પત્નીએ પણ 18 જાન્યુઆરીથી હાર્દિકને ન જોયો હોવાનું જણાવી ચૂકી છે.