તો શું વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન ભારતમાં દોડશે?

નવી દિલ્હી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પછી આવનારા ભવિષ્યમાં ભારતમાં વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન દોડે તો નવાઈ નહીં. હાઈપરલુપ ટ્રેન એક ટ્યૂબમાંથી પસાર થાય છે જેની મહત્તમ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. હાઈપરલુપ ટ્રેનને લઈને વર્જિન ગ્રુપે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સામે પ્રસ્તાવ રાખ્યો છે. વર્જિન ગ્રુપનું કહેવું છે કે, તે દિલ્હી અને મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવા માગે છે