ફરીવાર નિર્ભયાના આરોપીઓની ફાંસી ટળી, દિલ્હી પટિલાયા કોર્ટનો આદેશ ન્યાય વ્યવસ્થાએ મને વારંવાર આરોપીઓ સામે ઝુકાવી છે: નિર્ભયાની માતા.

નિર્ભયાના આરોપીઓની ફાંસી એકવાર ફરી અટકી ગઇ છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા હોવાના આધારે શુક્રવારે તેમના ડેથ વોરંટ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. સતત બીજી વાર આરોપીઓ  ફાંસી અટકવાને કારણે નિર્ભયાની માતા આશા દેવીની ધીરજ તૂટી પડી હતી. 

કોર્ટના નિર્ણય પર તેમણે કોર્ટ બહાર દુખ વ્યક્ત કરતા કહ્યું કે સાત વર્ષ પહેલા તેમની દિકરી સાથે અપરાધ થયો હતો અને સરકાર વારંવાર તેના આરોપીઓ સામે માથુ ઝુકાવી રહી છે. તેમણે કહ્યું કે આ જંગ તેઓ ચાલુ રાખશે.

આશા દેવીએ  કહ્યું કે આરોપીઓના વકીલે પહેલા જ પડકાર આપ્યો હતો કે ફાંસી અનંતકાળ સુધી અટકશે. તેમણે કહ્યું કે હું સરકાર, કોર્ટ અને ન્યાય વ્યવસ્થાને કહેવા માંગુ છું કે, આજે કાયદા વ્યવસ્થાની નબળાઇને કારણે આરોપીના વકીલે મને પડકાર આપ્યો હતો કે ફાંસી અટકશે, આજે આરોપીઓની ઇચ્છાઓ ફાંસી અટકી ગઇ. 

નિર્ભયાની માતાએ દુખ સાથે કહ્યું કે તેઓ આ લડાઇ લડશે અને આરોપીઓને ફાંસી અપાવશે. સરકારે તેમને ફાંસી આપવી જ પડશે નહીં તો સમગ્ર સમાજે સુપ્રીમ કોર્ટથી લઇને લોઅર કોર્ટ સુધી સરન્ડર કરવું પડશે કે ફાંસીની સજા માત્ર ગેરમાર્ગે દોરવા માટે આપવામાં આવી હતી, શાંત કરવા માટેનો વિકલ્પ હતો.

ફાંસી અટકાવાથી વ્યથિત બનેવા આશા દેવીએ કહ્યું કે કાયદા પર ભરોસો છે પરંતુ જે બની રહ્યું છે એનાથી આરોપીઓની હિમ્મત વધશે. જો આવુ જ થવાનું હોય તો નિયમ-કાયદાની પુસ્તકોને આગ લવાગી દેવી જોઇએ. 
Sureshvadher only news group
9712193266