શામળાજી નજીક વાંદીયોલના ડુંગર પર આગ

ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે.