રાજપીપલા સ્મશાન ગૃહમા આધુનિક ગેસ સગડી માટે રાજપીપલા માછી સમાજ આગળ આવ્યો.
ગેસની સગડીના નિર્માણ અર્થે રૂ.1,65,201/-નું માતબર દાન આપ્યું
માછી સમાજ ના અગ્રણીઓ તથા યુવાનોએ 5 દિવસમા સમાજના દરેક ઘરેઘરે જઈને ફાળો ઉઘરાવ્યો
રાજપીપલા, તા 22
રાજપીપલા સ્મશાન ગૃહ મા કોરોનાને કારણે 200થી વધુ લોકોના મોત થયા છે. રાજપીપલા ખાતે આવેલ એક માત્ર સ્મશાન ગૃહ આવેલ છે જેમાં અગ્નિસંસ્કારની સેવા રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનો આપી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી આ માનવતાના સેવાકાર્ય માટે લોકોની મદદ સહાય દાન મળી રહ્યું છે. જેમાં રાજપીપલા સ્મશાન ગૃહમા આધુનિક ગેસ સગડી માટે રાજપીપલા માછી સમાજ આગળઆવ્યો છે.
જેમાં રાજપીપલા સમસ્ત માછી સમાજ દ્વારા રાજપીપલા સ્મશાન ગૃહ માં ગેસની સગડી ના નિર્માણ અર્થે રૂ.1,65,201/- (એક લાખ પાંસઠ હજાર બસ્સો એક રૂપિયા)ચેક દાનમાઆપેલ છે આ રકમ માછી સમાજ ના અગ્રણીઓ તથા યુવાનો દ્વારા દિન 5 માં સમાજના દરેક ઘરેઘરે જઈ અને એકત્રિત કરી ફાળો ઉઘરાવતો લોકોએ દિલ ખોલીને દાન કર્યું હતું.છે અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના યુવાનો ને આ કામગીરી ને આગળ વધારવા સુપ્રત કરી અને ખભા થી ખભા મિલાવીને કામગીરીને આગળ વધારવા ની શુભકામનાઓપાઠવી હતી.અને આ કામગીરી માટે ભવિષ્ય માંપણ આર્થિક અને શારીરિક મદદરૂપ બનવાની પણ ખાત્રી આપી હતી.અને રાજપીપલા અને આજુબાજુ ના વિસ્તારના તમામ સમાજ અને જનતા ને ખુલા હાથે દાન કરવા ની અપીલ કરવામાં આવી હતી
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા