સુરત મહાનગર પાલિકાના બજેટને મંજૂર કરવા બે દિવસ ચર્ચા ચાલશે

સુરતઃમહાનગર પાલિકાના 2020ના ડ્રાફ્ટ બજેટ 6003 કરોડનું રજૂ કરાયું હતું. જેમાં સ્થાયી સમિતીએ 126.85 કરોડનો વધારો કરીને 6130 કરોડ સાથેનું રજૂ કર્યું હતું. બજેટ માટેની બે દિવસ સુધી મળનારી સામાન્ય સભામાં આજથી ચર્ચા શરૂ થઈ છે. સ્થાયી સમિતીના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ બજેટ રજૂ કરી સ્પીચ આપતા બજેટ વીથ પ્લાનિંગ કહ્યું હતું.