મોદીએ આપી લીલીઝંડી, ટ્રેનમાં શંકર ભગવાન માટે એક સીટ બુક રહેશે

પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે