તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ જેટલા કિસ્સામાં અસરગ્રસ્ત પરિવારોને રૂા. ૪,૭૧,૯૬૫/- ની રકમ સહાય પેટે ચૂકવાઇ



“ તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ જેટલા કિસ્સામાં અસરગ્રસ્ત પરિવારોને રૂા. ૪,૭૧,૯૬૫/- ની રકમ સહાય પેટે ચૂકવાઇ

જિલ્લામાં પશુ-મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા.૨૫૦૦૦/- ની સહાય ચૂકવાઇ


રાજપીપલા,તા 27

તાજેતરમાં ગુજરાતમાં “ તાઉ-તે “ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ પશુ મૃત્યુનો એક કિસ્સો નોંધાવાની સાથે બે કાચા મકાનો સંપૂર્ણ નાશ પામવા ઉપરાંત ૧૪૪ કાચા મકાનો અંશત: તથા ૨૩ પાકા મકાનો પણ અંશત: નાશ પામેલ છે. આમ, જિલ્લામાં કુલ-૧૬૯ જેટલા કાચા/પાકા મકાનો સંપૂર્ણ/અંશત: નાશ થયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પંચાયત તરફથી પ્રાપ્ત થયેલ છે. તે પૈકી સરકારના ધારાધોરણ મુજબ ૧૧૯ કિસ્સામાં ચૂકવવાપાત્ર થતી સહાયની રકમના ચેકો દ્વારા સંબંધિત તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ મારફત અસરગ્રસ્ત પરિવારોને ચૂકવણું કરવામાં આવ્યું છે.

તદ્અનુસાર, જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામે નોંધાયેલ પશુ મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા. ૨૫૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ નાશ પામેલ બે કાચા મકાન, અંશત: નાશ પામેલ ૧૪૪ મકાન અને અંશત: નાશ પામેલ ૨૩ પાકા મકાનો મળી કુલ-૧૬૯ મકાનોનો સર્વે કરાયો હતો, તે પૈકી મંજૂરીપાત્ર ૧૧૯ જેટલા અસરગ્રસ્ત પરિવારોને કુલ રૂા. ૪,૭૧,૯૬૫/- ની સહાય ચૂકવવામાં આવી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા