ચિલ્ડ્રન ઇન્નોવેશન ફેસ્ટિવલમા શોર્ટલિસ્ટ કરેલા 200 પ્રોજેક્ટ્સમાંથી સ્થાન પામ્યા બાદ.
હવે ટોપ 50 પ્રોજેક્ટ્સમાં નર્મદા જિલ્લાના (ટચમી નોટ ટેપ)ના પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી.
સેન્સરની મદદથી અડ્યા વિના પાણી ચાલુ બંધ થઈ શકે તેવા નળનું નિર્માણ.
રાજપીપળા, તા. 10
ચિલ્ડ્રન ઇન્નોવેશન ફેસ્ટિવલમાં શોર્ટલીસ્ટ કરેલા 200 પ્રોજેક્ટમાં સ્થાન પામ્યા બાદ હવે ટોપ 50 પ્રોજેક્ટમાં નર્મદાના એમ.આર વિદ્યાલય રાજપીપળા (ટચમી નોટ ટેપ )પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. જેમાં ભારત દેશના વિવિધ રાજ્યોના બાળકોએ લગભગ 2000+ જેટલા પ્રોજેક્ટ્સ આઈડિયા રજૂ કર્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકૉસ્ટ) ગાંધીનગર પ્રાયોજિત મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપલાના માર્ગદર્શન હેઠળ એમ.આર વિદ્યાલય રાજપીપળા ના 2 વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ અને હર્ષ નાઈને તેમના ટચ મી નોટ ટપ પ્રોજેક્ટ આઈડિયાનું સીઆઈએફ 2020માં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ નો હેતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા એવા નલનું નિર્માણ કરવાનો હતો કે જેમાં સેન્સરની મદદ થી અડ્યા વિના પાણી ચાલુ બંધ થઈ શકે અને આ નળ બજારમાં મળતા આવા જ અન્ય નળ કરતા કિંમત માં પણ સસ્તો હોય અને દરેક વર્ગના લોકો તેનો ઉપયોગ કરી શકે તે હતો. જેને અગાઉ શોર્ટલિસ્ટ કરેલા 200 પ્રોજેક્ટ્સ માં સ્થાન પ્રાપ્ત થયેલ હતું અને તેમાંથી જીયુએસઈસી અને યુએનઆઈસીઈએફ દ્વારા ઉચ્ચ ગુણવતા ધરાવતા અને અનોખા વિચાર વાળા ટોપ 50 પ્રોજેક્ટ્સમાં નર્મદા જિલ્લાના ટચમી નોટ ટેપની પસંદગી થયેલ છે.
આ પ્રોજેકટને કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આપણે તેનો ઉપયોગ જાહેર શૌચાલય માં,પોતાના ઘરમાં, મંદિર માં ચરણામૃત માટે અને અન્ય ઘણી બધી જગ્યા એ કરી શકીએ છીએ.
આ પ્રોજેકટ ને માધ્યમિક શાળા ના શિક્ષક સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશઅને મંથન નર્મદા ના સમગ્ર ટીમ પણ અભિનંદન પાઠવ્યા છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા