રૂપાણી સરકારને ભારે પડી રહ્યો છે અલ્પેશ ઠાકોર

એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે