ગુર્જરધરાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ રમેશ પારેખ

ગુર્જરધરાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ રમેશ પારેખ [ર,પા,]ના નામે અનહદ નામના સાંપડી તેમની તળપદી ભાષામાં અને સહજ રીતે લખાયેલ કવિતા અદભુત હોય છે,પ્રેમના સબ્જેક્ટ ઉપર એવાતે બાણ મારે કે ધાર્યું નિશાન તાકે શબ્દોની તાકાતનો શહેનશાહ રમેશ પારેખ હતા,તેઓ બીડીના બંધાણી અને ફુલછાબમાં તેમની એક કોલમ લખે એટલે અવારનવાર પૂર્તિ વિભાગમાં આવે ત્યાં રાજેન્દ્ર દવે,પ્રતાપસિંહ જાડેજા [ચિત્રકાર] હું ભાટી એન આ બધાની ટીમ તેઓ છબીકળાના ચાહક એટલે મારી તસવીરો નીરખીને ખુશ થતા જોતજોતામાં હું એમનો ખાસમખાસ દોસ્ત બની ગયો એવામાં અભિયાન સાપ્તાહિક દ્વારા દીકરી વહાલનો દરિયો પુસ્તકમાં તેઓની દીકરી સાથેનો ફોટો રાજકોટ હનુમાન મઢી પાસે પર્વ મકાનમાં રહે ત્યાં લેવા ગયેલ ત્યારથી હું રમેશભાઈની તસવીરો ખેંચી એક દિવસ મને થયું આજે રમેશભાઈની ફોટો સેશન કરું મેં ફોન કરીને કહ્યું તો કહે વેલકમ પધારો અત્યારે તડકા પડે તેવો ધોમધખતો તડકામાં હું તેમના મકાનની છત પર લઇ ગયો ઘણા બધા ફોટોઝ લીધા ત્યાંતો રમેશભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા મેં શોરી કહ્યું અરે સારી તસવીરો પડાવી હોય અને તમારા જેવા વિશ્વ વિખ્યાત મારી તસવીરો લે તેજ મારુ સદભાગ્ય કહેવાય હું તો આ સાંભળીને ગદગદિત થઇ ગયો ત્યારે નેગેટિવનો યુગ ચાલે બપોરે લેબમાં જઈને રોલ ડેવલોપીંગ કરાવીને તસવીરો કઢાવીને સાંજે ફરી તેમના ઘેર ગયો તસવીરો દેવા તો તેઓ ખુશખુશાલ થઇ ગયા તમેતો જાદુ કરીયો ભાટીજી હવે આપણે બને સાથે જમીએ તમારે જવાનું નથી મારી મહેમાન ગતિ કરી ત્યાં તેઓ એક નાના પેડમાં કવિતા લખે મેં પૂછ્યું તમે કવિતામાં રીરાઈટ કરો કહે હા,પહેલા સાદી રીતે લખું પછી ફાઇનલ કરવા ફરી લખું તેમના મોતીના દાણા જેવા અક્ષરો મને બહુજ ગમે એક વાર મારુ પતંગ વિષયક ફોટો પ્રદર્શન માટે કવિતા લખવા કહ્યું તો મસ્ત પતંગો વિષે તાબડતોબ કવિતા લખી આલી રમેશભાઈ મારા કેટલા અંગત મિત્ર હતા કે તેમણે એક કવિતામાં મારો ઉલ્લેખ કરેલ તે સ્વહસ્તે લખેલ કવિતાવાળો પત્ર નૂતન વર્ષાઅભિનંદન તા,10/11/2002 ના રોજ પોસ્ટથી મોકલાવેલ તે અને મેં લીધેલ રમેશભાઈની વિરલ તસવીર અત્રે મૂકીને શ્રદ્ધાંજલિ આપું છું તા,17/5/2006 ના રોજ તેઓ ફાની દુનિયા છોડીને અચાનક જતા રહ્યા પણ તેમની કવિતા ચિરકાળ અમરત્વ પામેલ છે, આજે પૂણ્યતિથિએ નતમસ્તક દિલદાર દોસ્તને વંદન જય ર,પા, આલેખન તસવીર: ભાટી એન [ફોટો જર્નાલિસ્ટ]