કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા પારેવડા ગામના ૧૮૦ વાદી પરિવારોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં પાંચ કિલો ચોખા ,1 કિલો દાળ ,ત્રણ કિલો લોટ ,ખાદ્યતેલ એક બોટલ, ત્રણ કિલો બટેટા, બે કિલો ડુંગળી, 1 કિલો ખાંડ , મરીમસાલા નું પેકેટ, 1 કિલો ચા ની ભૂકી ,બિસ્કીટ અને સાબુનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ વિકટ સમયમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત કામગીરી હાથ ધરાઇ હોવાનું રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ rkmrajkot.org પર કોરોના રીલીફ ફંડમાં પોતાનો ફાળો આપી શકે છે.આશ્રમને અપાતું દાન કલમ ૮૦ જી હેઠળ કરમુક્ત છે. વધુ વિગત માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરી શકાશે.
Related Posts
*📍રસ્તે ચાલતા રાહદારી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો*
*📍રસ્તે ચાલતા રાહદારી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો* ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલા ફાટા તળાવ વિસ્તારમાં ભક્તેશ્વર મહાદેવનાં મંદિરની સામે…
*અમદાવાદના અખબારનગરની માય ચાઈલ્ડહુડ પ્રી સ્કૂલમાં રંગોત્સવની સફળ ઉજવણી કરાઈ*
*અમદાવાદના અખબારનગરની માય ચાઈલ્ડહુડ પ્રી સ્કૂલમાં રંગોત્સવની સફળ ઉજવણી કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના અખબારનગર સ્થિત માય ચાઇલ્ડહુડ પ્રી સ્કૂલે…
महिला सुरक्षा सहायता संगठन प्रदेश अध्यक्ष ऒर पुलिस प्रेरणा फाउंडेशन राष्ट्रीय उपाध्यक्ष देवेश माने ऒर उनकी टीम की मदद से…