રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઊડતી થઈ હતી.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

વાવાઝોડું વરસાદ પડતા રાજપીપલામા વીજળી ડુલ

રાજપીપલા, 16

રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઊડતી થઈ હતી.

આજે સવારથી જ તાપમાન નો પારો વધતા અસહ્ય ગરમી અને બફાટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પંખા કૂલર એસી પણ ટાંચા પડતા હતા. ત્યાર બાદ બપોર પછી વાતાવરણ મા અચાનક પલટો આવ્યો હતો. અને આકાશ મા કાળા વાદળો ઘેરાવા શરૂ થયા હતા.
ત્યાર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભર ઉનાળે ધોધમાર વરસાદ તૂટી પડતા રાજપીપલા ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકો વરસાદ મા દોડતા થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. જેને કારણે વાતાવરણ મા ઠન્ડક પ્રસરતા ગરમી મા લોકોને રાહત થઈ હતી. જોકે વાવાઝોડું વરસાદ પડતા રાજપીપલા મા વીજળી ડુલ થઈ હતી

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા