*રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી સાયકલ યાત્રા 300 ગામડા અને 5 રાજ્યોમાંથી પસાર થશે*

ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.