માસિક ધર્મમાં રહેલી મહિલાના હાથે તમે રોટલા ખાઇ જાશો તો કૂતરા બળદનો જ અવતાર મળશે

થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં ઉતરાવી ચેક કરાવ્યા હતા. હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે. કચ્છના ભુજમાં સ્વામીનો વિવાદાસ્પદ એક વીડિયો વાયરલ થયો છે. વિવાદાસ્પદ વીડિયોમાં સ્વામીજી મહિલાઓ સાથે ભેદભાવ દર્શાવતા બોલ બોલી રહ્યા છે