આગામી 26મી માર્ચે 4 બેઠકો માટે મતદાન

રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીની તારીખે જાહેર થઈ છે. આગામી 26 માર્ચે ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. અને તે જ દિવસે મત ગણતરી પણ હાથ ધરાશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. સાંસદ ચુનીભાઈ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલભાઈ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત થતા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. જેથી આગામી સમયમાં માર્ચ મહિનો રસાકસીભર્યો બની રહેવાના એંધાણ છે.