બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ચર્ચ ઉપર હુમલો થયો છે, જેમાં 24 લોકોનાં મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએફપીએ પ્રાંત રાજ્યપાલના હવાલાથી જણાવ્યું છે કે હુમલો રવિવારે ઉત્તર બુર્કીના ફાસોના એક ગામમાં પ્રોટેસ્ટંટ ચર્ચ (Protestant Church)માં સાપ્તાહિક સેવા સમારોહ દરમિયાન થયો હતો. બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ચર્ચના પાદરીનું પણ મોત નીપજ્યું છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.