લગ્નોમા અને મસ્જિદો મા ત્રણ પોલીસની ત્રણ વાહનો દ્વારા સઘન પેટ્રોલિંગ

અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં કડક ચેકીંગ હાથ ધરાયું

રાજપીપલા મા લગ્ન પ્રસંગ મા ઢોલ વગાડતા ઝડપાયા

લગ્નોમા અને મસ્જિદો મા ત્રણ પોલીસની ત્રણ વાહનો દ્વારા સઘન પેટ્રોલિંગ

માસ્ક વગરના અને ટોળે વળનારા સામેપણ
પોલીસ ની લાલ આંખ

લગ્નપ્રસંગો મા ડીજે વાળા દેખાયા જ નહીં

લગ્ન પ્રસગો અને મસ્જિદોમા પોલીસની સતત વોચ રહેતા અનિચ્છનીય બનાવો અટક્યા

રમજાન ઈદના પર્વે મસ્જિદોમા મુસ્લિમોજાહેર મા નમાજ પઢી શક્યા નહીં.

મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ નમાઝ અદા કરી

રાજપીપલા, તા 14

આજે અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસ સવાર થી ટીમ બનાવીને ત્રાટકી હતી. અને લગ્ન પ્રસંગોમાં વગર આમંત્રણે પહોંચી જઈ સઘનચેકીંગ હાથ ધર્યું હતું.


કોરોનાની મહામારીને કારણે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ લોકો નેભેગા નહીં કરવા પર પ્રતિબંધ હોઈ અને આજે અખાત્રીજ ના દિવસે ખુબ લગ્નો હોઈ આજે નર્મદા પોલીસ વડા હિમકર સિંહની સૂચનાથી અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગ દર્શન હેઠળ આજે રાજપીપલામા પીઆઇ એમ બી ચવ્હાણ અને તેમની ટીમ બનાવીનેત્રણ વાહનો દોડાવીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં

રાજપીપલામા એક જગ્યાએ લગ્ન પ્રસંગ મા ઢોલ વગાડતા ઈસમો ઝડપતા તેમની સામે પોલીસેલાલ આંખ કરતા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. તો પોલીસે માસ્ક વગરના અને ટોળે વળનારા સામે પણ
પોલીસે લાલ આંખકરી કાર્યવાહી કરી હતી.

આજે અક્ષય તૃતીયાનો દિવસ હોવાથી અને રમજાન ઈદ નો પણ તહેવાર પણ હોવાથી બંને જગ્યાએ લોકોની ભીડ ભેગીના થાય તે માટેનર્મદા પોલીસ ખાસ નજર રાખતા ખાસ અનીચ્છનીય બનવા પામ્યો નહતો.
એ ઉપરાંતઆજે રમઝાન ઇદનોનો પવિત્ર તહેવાર હોવાથી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોજાહેરમાં ભેગા થયા નહોતા
માત્ર મૌલવીએ જ નમાઝ પઢી હતીઅન્ય મુસ્લિમ ભાઈઓએ પોતાના ઘરે રહીને જ નમાજ અદા કરી હતી.


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા