સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી

ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા

રાજપીપલા, તા14

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાઇવરે ચાલુ બસે ફોન પર વાત કરી બેફિકરાઈથી બસ હંકરતા મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજાથવા પામી છે. આ અંગે ની અકસ્માત ગુનાની ફરિયાદ કેવડિયા પોલીસ મથકે નોંધાઈ છે.
જેમાં ફરિયાદી ચંપકભાઇ કોયજીભાઇ તડવી (રહે-નવાગામ મંદિર ફળિયુ તા-ગરૂડેશ્વર જી-નર્મદા)એઆરોપી
બસ નંબર જીજે રર યુ ૨૭૦૫ના ચાલકસામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસાઆરોપી સ્ટેચ્યુ ઓફ યુનીટીની બસ રજી.નંબર GJ-22-2705 ના ચાલકે પોતાના કબજા ભોગવટાની બસ મોબાઇલપર વાત કરતા કરતા પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રહ્યા હતા ત્યારેફરીયાદીની મોટર સાઇકલ નંબર GJ-22-J-3679 ને પાછળથી ટક્કર મારી
આગળના બોનેટ ના ભાગેથી મોટર સાઇકલ સહીત ફરીયાદીચંપકભાઇ કોયજીભાઇ તડવી (૨) કપિલાબેન તે ચંપકભાઇ કોયજીભાઇ તડવી (રહે. નવાગામ )ને રોડ પર ધસડીને ફંગોળી દઈ અકસ્માત કરતા ફરીયાદીને બન્ને પગના ઘુંટણના ભાગે,
બન્ને હાથની કોણીના ભાગે તેમજ કપાળના ભાગે ઇજાઓથવા પામી હતી.તથા મોટર સાઇકલ પાછળ બેઠેલ કપિલાબેનને જમણા હાથે પંજામા તથા
કાંડાના ભાગે તથા જમણી બાજુ પીઠના ભાગે છોલાઇ જતા તેમજ જમણા પગે ઘુટણના ભાગે તેમજ માથાના પાછળના ભાગે સઇજાઓ થવા પામી હતી.પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા