નાંદોદ તાલુકાના  ટીંબી ગામના પાટીયા પાસે પોલીસ કોન્સ્ટબલ ઉપર જીવલેણ હુમલો 

નાંદોદ તાલુકાના  ટીંબી ગામના પાટીયા પાસે
પોલીસ કોન્સ્ટબલ ઉપર જીવલેણ હુમલો 


પોલીસ કોન્સ્ટબલને લાકડીથી  માર મારી તેના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશીષ



આગલુ ટાયર પોલીસ કોન્સ્ટબલની મો.સા. સાથે અથાડીપોલીસ કોન્સ્ટબલ જમીન ઉપર પાડી દઈ ઇજા કરી


હુમલાખોરો ફરાર


રાજપીપલા, તા 12


નાંદોદ તાલુકા ના આમલેથા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટબલ ઉપરનાંદોદ તાલુકાના ગામકુવા ગામની સીમમાં ટીંબી ગામના પાટીયા પાસે

6 જેટલાં ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરી લાકડીથી બરડાના ભાગે માર મારી પોલીસ કોન્સ્ટેબલને પકડી તેના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશીષ કરવાની ચકચારી ઘટના ઘટવા પામી છે. તેમજતેનો પીછો કરતા આ આગલુ ટાયર પોલીસ કોન્સ્ટેબલના 

મો.સા. ના પાછળના ટાયર સાથે અથાડી દઈ

પોલીસ કોન્સ્ટેબલને 

 મો.સા. સાથે જમીન ઉપર પાડી દઈ નાશી જતા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આમલેથા 

પોલીસ કોન્સ્ટેબલે જાતે ફરિયાદી બની ફરીયાદી પોલીસ કોન્સ્ટબલ સંજયભાઈ અરવિંદભાઈ વલવી એ આરોપીઓ ૧) સ્નેહલભાઈ વસાવા (રહે.ગામકુવા)  તથા (૨) શીવાભાઈ વસાવા (રહે.ગામકુવા)તથા બીજા અન્ય છ ઇસમો તમામ રહે.ગામકુવાસામે ફરિયાદ  નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પોલીસ કોન્સ્ટબલ સંજયભાઈ પોતાની સુપર બ્લેન્ડર મો.સા. નં. જીજે.૩૪.ડી.૩૭૯૨ ની લઈને પ્રતાપનગર ગામે પેટ્રોલીંગમાં

જતા હતા. તે વખતે ગામકુવા ગામની સીમમાં ટીંબી ગામના પાટીયા પાસે રાજપીપલા – અંક્લેશ્વર હાઈવે રોડ

ઉપર આ કામના આરોપીઓ


 સ્નેહલભાઈ તથા (૨) શીવાભાઈ વસાવા તથા બીજા અન્ય છ ઈસમો એ ફરીયાદીપોલીસ કોન્સ્ટેબલની મો.સા. રોકી ફરીયાદીને

લાકડીથી બરડાના ભાગે માર મારી ફરીયાદીને પકડી ફરીયાદીના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશીષ કરી હતી. જેમાં બંને આરોપીઓ તેઓની શાઈન મો.સા. નં.જીજે.૧૬.બીડી.૩૩૮૪ ની ચાલુ કરીને તેના ઉપર બેસી ગામકુવા ગામ તરફ નાસવા લાગેલ. તેથીઆરોપીઓનો પીછો કરતા ગામકુવા ગામમાં જતા ફરીયાદીએ આરોપીની મો.સા. ન

ઓવરટેક કરી રોકવાનો પ્રયત્ન કરતા આરોપી સ્નેહલભાઈ વસાવાએ તેની મો.સા. પુરઝડપે અને બેદરકારી રીતે મો.સા ચલાવી મો.સા. નુ આગલુ ટાયર ફરીયાદીની

મો.સા. ના પાછળના ટાયર સાથે અથાડી દઈ ફરીયાદીને મો.સા. સાથે જમીન ઉપર પાડી દઈ નાશી ગયેલ.તેમજ આ  આરોપીઓએ હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના કોવીડ ૧૯ અન્વયે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા