રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસ મા 800થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
રાજપીપલા મા રહેદારીઓ તેમજ જેલમાં 230કેદીઓને 200લીટર ઉકાળા તથા માસ્કનું વિતરણ
રાજપીપલા, તા12
રાજપીપળા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કોરોનાના બીજા રાઉન્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ વિતરણ શરૂ કર્યું છે.
જેમાં ગઈ કાલે 200લીટર ઉકાળા નું વિતરણ રોડ પરથી પસાર થતા રહેદારીઓને ઉકાળાનું વિતરણ કર્યું હતું.આજે બીજે દિવસે 230લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું.તેમજ જીતનગર ખાતે આવેલ જેલમાં તમામ 230કેદીઓ તથા સ્ટાફને 200લીટર ઉકાળાનું વિતરણ કરાશે. આમ ત્રણ દિવસમા 800 લીટરથી વધુ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજેન્દ્ર પટેલ ના જણાવ્યા અનુસાર તેમજ દરેક કેદીઓને પણ વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે.
હાલ નર્મદામા કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આવા ઉકાળાનું સેવન કરવાથી શરીરમા રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા