*નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો*તાજેતરમાં જામનગરની એ.મ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને H.I.V.નો ફેલાવો અટકે તેમજ માતા દ્વારા નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ અંગે ગાયનેક વિભાગના વડા ડો. નલીની આનંદે જણાવ્યું હતુ કે જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા દરેક મહિલા દર્દીઓના H.I.V. ટેસ્ટમાં સમગ્ર રાજ્યમાં જામનગરે પ્રથમ ક્રમાક મેળવ્યો છે. માતાથી બાળકમાં H.I.V. નો ચેપ ન પ્રસરે તે માટે G.S.A.C. દ્વારા ચાલતા P.P.T.C.T. પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને વર્લ્ડ એઈડસ દિવસ અંતર્ગત રાજકોટ ખાતે HIGHEST H.I.V. TESTING LOAD IN MAMTA CLINIC એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આ માટે ડો. નલીની આનંદે સ્ત્રીરોગ અને પ્રસુતી વિભાગના લેબ ટેકનીશીયન, કાઉન્સિલર, રેસીડ્ન્ટ ડોકટર્સ, માઇક્રોબાયોલોજી વિભાગ વગેરેનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Related Posts
*ભોલાવ ગ્રા.પંચાયતના ડે.સરપંચની 13 લાખની કટકી*
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તને તરફેણ કરનાર દંપતી સહિત 4 સભ્યોએ એક જ મંડળી પાસેથી 13.75 લાખની…
વાહ, ગાંધીનગરનો ગરમાળો. – દર્શા કિકાણી.
ગાંધીનગરનો ગરમાળો, શરમાતો પણ રૂપાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! રંગીન બનાવે ઉનાળો, સોનેરી પુષ્પો વાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! પંખીનો…
.મુખ્ય સમાચાર. * આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની મળશે બેઠક. *આજે 8 વાગે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાશે. *આજે પ્રદેશ અધ્યક્ષ…