ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*
.. .. .. ..
*૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા*
.. .. .. ..
*તા. ૧૨ મે-ર૦ર૧થી તા.૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે*
.. .. .. ..
*રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો*
.. .. .. ..
*રાજ્યના સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે*:- *મુખ્યમંત્રીશ્રી*

*મુખ્યમંત્રીશ્રી-કોર કમિટિએ સૌનો આભાર વ્યકત કર્યો*

*આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે*
.. .. .. ..
*૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ
પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે*
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી*.
*મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે*
*તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે*.
*કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી*
*મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે*
*કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત જે ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૧ મે-ર૦ર૧ સુધી રાખવામાં આવેલો તે તા.૧ર મે-ર૦ર૧ થી તા.૧૮ મે-ર૦ર૧ એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે*
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી*.
*તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે*.
*રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું*.